વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 23

(15)
  • 2.1k
  • 3
  • 848

રૂપકલા જમીન પર પડી ગઈ. મહારાણી કર્ણાવતી તેમની પાસે જઈ પહેલા તેમના પેટમાં ઘુસાડેલી કટાર કાઢી તો પણ રૂપકલા મો માંથી એક અવાજ પણ નીકળ્યો નહિ. તરત મહારાણી કર્ણાવતી એ ટાળી પાડીને સૈનિકોને બોલાવ્યા. સૈનિકો ને આદેશ કર્યો કે અત્યારે ને અત્યારે વૈદ જી ને બોલાવવામાં આવે. અને મહારાજ ને જાણ કરવામાં આવે કે મહારાણી કર્ણાવતી તેમને તેમના ઓરડામાં બોલાવે. આદેશ મળતા બે સૈનિકો વૈદ જી ને બોલવા જાય છે ને બે સૈનિકો મહારાજ ને. વૈદ આવે તે પહેલાં મહારાણી કર્ણાવતી એ પહેરેલી ચુંદડી કાઢીને રૂપકલા ના પેટમાં બાંધી દીધી. એટલે લોહી નીકળતું બંધ થઈ ગયું. ધીરે ધીરે રૂપકલા ને પીડા