રાજા વેદાંત અને કુવરી વિભૂતિ ને બંધક બનાવી આદિવાસીઓ તે બંનેને તેમના સરદાર પાસે લાવે છે. વિભૂતિ એ જોયું તો એક બહુ મોટી ગુફા હતી અને ત્યાં ઘનઘોર અંધારું છવાયેલું હતું. બસ જ્યાંથી તેઓ ને લાવવામાં આવ્યા હતા તે રસ્તે થી થોડો પ્રકાશ આવી રહ્યો હતો. જે પ્રકાશ થી થોડું દેખાઈ રહ્યું હતું. વિભૂતિ એ સામે નજર કરી તો એક લાંબો પાતળો, મોટી મોટી મૂછો વાળો, અને ફાટેલા તૂટેલા કપડાં વાળો માણસ ઉભો હતો તેનો ચહેરો બસ દાઢી અને મૂસો થી ઢંકાયેલો હતો, વાળ એવા હતા કે તેની આખો પણ દેખાઈ રહી ન હતી. દૂર થી જુઓ તો એક કાળો