વિભૂતિ સૈનિકો ને કહે છે કે આ આપણા મહેમાન છે તેનું સ્વાગત કરવામાં આવે, નહિ કે તેને દુશ્મન ની જેમ જોવામાં આવે. એટલે મારો આદેશ છે રાજા વેદાંત નું ભવ્ય સ્વાગત કરવામાં આવે. અને વાજતેગાજતે તેમને મહેલમાં લાવવામાં આવે. આદેશ મળતા જ સૈનિકો એક ફૂલો થી શણગારેલો રથ લાવ્યા ને રાજા વેદાંત ને તેની પર સવાર થઈ મહેલમાં પ્રવેશવાનું કહ્યું. મહારાજ વેદાંત રથ પર બેસી ગયા. આગળ વાજિંત્રો વગાડવા માં આવી રહ્યા હતા સાથે દાસીઓ તેની પર ફૂલો નો વરસાદ વરસાવી રહી હતી. ભવ્ય સ્વાગત જોઈ રાજા વેદાંત તો મંત્રમુગ્ધ થઈ ગયા. અને મહેલ ની શુષોભિતતા ને નિહાળતા રહ્યા.મહેલમાં પ્રવેશ