સામે આવતા સાવજ ને જોઈ દાસી પ્રિયવતી થોડી ડરી ને પાછળ જવા લાગી પણ રાણી દામિની એક ડગલું પાછળ ચાલ્યા વગર નીડર તાથી સાવજ ની સામે ચાલવા લાગી. જેવા બંને સાવજો વધુ નજીક આવ્યા એટલે રાણી દામિનીએ કમર માંથી કટાર કાઢીને સાવજ વાર વાર કરવાની તૈયારી કરી. ત્યાં તો આશ્રમ માંથી એક સંત બહાર આવ્યા સંત નું નામ હતું બ્રહ્મસ્વરૂપ. બ્રહ્મસ્વરૂપ સંત એક મહાન અને તેજસ્વી સંત હતા. તેના કપાળ પર તેજ હતું. તો માથાની પાછળના ભાગમાં એક સૂર્ય ચક્ર દેખાઈ રહ્યું હતું. એક સાક્ષાત સંત થકી એક ભગવાન બ્રહ્મદેવ સામે હોય તેવું લાગી રહ્યું હતું. સંત બ્રહ્મસ્વરૂપ ગેટ પાસે આવ્યા