છૂટછાટ

  • 3.3k
  • 924

ચિંતાથી ઘેરાયેલા શ્રીમાન ચિત્રગુપ્ત આજ મનોમંથનના સાગરમાં ડૂબકી લગાવે છે. સ્વર્ગનું સંચાલન કઈ રીતે કરવું તે હવે તેમનાં માટે મૂંઝવણનો વિષય બન્યો છે. સ્વર્ગ સાવ ઉજ્જડ અને ખાલીખમ ભાસે છે. સ્વર્ગની રોનક ફીકી પડી ગઈ છે. સ્વર્ગમાં વાસ પામેલ કેટલાંક સાધુ સંતો શ્રોતાઓના અભાવે ધર્મ ઉપદેશ આપી શકતા ન હોય તેઓ બરાબરના અકળાયા છે. દર્શકોના અભાવે કોની સમક્ષ નૃત્ય કરવું તે પીડામાં સર્વશ્રેષ્ઠ નૃત્યાંગના રંભા અને અન્ય અપ્સરાઓ સાવ નાસીપાસ બની છે. સોમરસના સુવર્ણ પાત્રો રોજેરોજ એમ જ ઢોળી દેવામાં પડે છે. સ્વર્ગનાં જુદાં જુદાં પદ ઉપર નિયુક્તિ માટે માનવ મળતાં નથી, જેથી તમામ પદો ખાલી પડયા છે. ખુદ ચિત્રગુપ્ત