મીરાંનું મોરપંખ - ૨

(19)
  • 3.2k
  • 1
  • 1.6k

આપણે આગળ જોયું કે મીરાં એના પરિવાર સાથે ન્યુયોર્કમાં રહેવા છતાં પણ એકદમ ભારતીયતાને વળગેલી સુંદર યુવતી છે. એનો પરિવાર એને દિલથી ચાહે છે. એના રગેરગમાં ભારત વસે છે. હવે આગળ... મીરાં એની સખી હેતા સાથે કોલેજ જવા નીકળે છે. ભાભી સંધ્યા સાથે મીરાં એક નાની બહેનની જેમ જ રહે છે. સંધ્યા એ બેયને કોલેજના ગેટ પાસે ડ્રોપ કરે છે અને મસ્તીમાં કહે છે કે લેવા આવું ત્યારે બે વ્યક્તિને જ સાથે લઈ જઈશ.આજની યાદો તો અહીં જ છોડીને આવજો. આમ કહી એ નીકળી જાય છે. કોલેજમાં પણ મીરાં બધાથી અલગ વ્યક્તિત્વ ધરાવતી હતી. એ વેસ્ટર્ન માહોલમાં રહેતી