શ્રાપિત ખજાનો - 11

(58)
  • 6.9k
  • 5
  • 3.5k

ચેપ્ટર - 11 વિક્રમ અને રેશ્મા બંનેના હૃદય જોરજોરથી ધડકી રહ્યા હતા. લગભગ અડધી કલાક ઊંટોને એમની મેક્સિમમ ઝડપ પર દોડાવીને એ બંને ગજનેર આવી ગયા હતા. આવીને એમણે ઊંટોને એમના માલિક પ્રતાપ પાસે પહોચાડી દિધા હતા. પ્રતાપે એમને રાત રોકાવા માટે એક લોકલ ગેસ્ટહાઉસ ની ભલામણ કરી હતી. અત્યારે એ બંને ગેસ્ટહાઉસના પોતાના રૂમમાં બેઠા હતા. રેશ્મા પલંગ પર જ્યારે વિક્રમ સોફા પર આડો પડ્યો હતો. પણ બંનેના દિલોદિમાગ માં એક જ વસ્તુ ફરી રહી હતી. અને એ હતા એ ભયાનક જીવો જે એમણે રણની એ કબરમાં જોયા હતા. બંનેની આંખો