અમાસનો અંધકાર - 17

  • 3.4k
  • 1
  • 1.3k

આપણે આગળ જોયું એ મુજબ શ્યામલી અને વીરસંગના મંડપ રોપાય છે.આજ શુભ ઘડી આવી ગઈ છે જ્યાં અગ્નિની સાક્ષીએ આજ એ બેય એક થશે... આજ પરોઢની વેળા થઈ છે જ્યાં વહેલી સવારના મોરનાં ટહુકાર સંભળાય છે. જાણે પ્રસંગને શુકનિયાળ બનાવવા વહેલી ઊઠવાની હોડ માંડી હોય. આજ ઘરે ઘરે શુભ અવસરના ટાણા સાચવવા દીપ પ્રગટાવવામાં આવ્યા છે. બધા વીરસંગના આયુષ્ય,સુખી જીવન અને આવનારી લક્ષ્મીના સ્વાગતની મનોકામના કરે છે. બધા આજે ખુશખુશાલ છે. જાનૈયા બધા સાફા, પાઘડી અને વડીલોના મસ્તકે માનભેર ટોપી પહેરી તૈયાર છે. જાનરડીઓ પણ લાલ ચણિયાચોળી, લીલા સાડલા અને આભલા મઢેલા ઓઢણાથી ઝગમગે છે. ગણપતિના રૂડાં ગાન