પ્રતિશોધ તૃતીય અંક: - 8

(208)
  • 6.2k
  • 8
  • 3.7k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-8 જેસલમેર, રાજસ્થાન સમીરને જમાડવા ગયેલા કાલુને આવવામાં જ્યારે પાંચેક મિનિટનું મોડું થઈ ગયું તો પોતાના ધંધામાં સચેત એવો રાકા સમીરને જ્યાં કેદ કરવામાં આવ્યો હતો એ અલાયદા મકાન તરફ આવ્યો. "નારંગ, કાલુ ક્યાં છે?" મકાનની બહારના રૂમમાં દારૂની મહેફિલ જમાવીને બેઠેલા પોતાના બે સાગરીતમાંથી દાઢીધારી સાગરીતને ઉદ્દેશીને રાકાએ પૂછ્યું. "ભાઈ, એ તો પાંચેક મિનિટ પહેલા જ અહીંથી નીકળી ગયો.." જવાબ આપતા નારંગ બોલ્યો. "એ અમારી સાથે અવાજ આપવા પર ના બેઠો એટલે એનો અધૂરો પેગ પણ ના છૂટકે મારે પી જવો પડ્યો." નારંગના આ જવાબથી મનને સંતોષ થવાના બદલે રાકાનો રઘવાટ વધી ગયો..એ ઉતાવળા ડગલે સમીરને