અમાસનો અંધકાર - 16

  • 3.8k
  • 1.3k

શ્યામલીની મહેંદીની રસમની વાત આપણે જાણી એક રમણી રાધા એના શ્યામને મળવા આતુર છે એ શ્યામલીની તડપ બતાવી ગઈ હવે આગળ.. આજ વીરસંગનો માંડવો રોપાવાની તૈયારીઓ થઈ રહી છે. વીરસંગ સવારે ઊઠી દૈનિક ક્રિયાઓ પતાવીને નવા વસ્ત્રો ધારણ કરે છે કે તબડક તબડક કરતી એક કાળા ઘોડાવાળી બગી એ ધજાપતાકા, આસોપાલવના તોરણ અને ફૂલોથી મઢેલી હવેલીના આંગણે ઊભી રહે છે.. હાં, એમાં રૂકમણીબાઈ આવી હતી.વીરસંગ તો એની માતાને જોઈ ગદગદ થઈને પગે પડી ગયો. એ આશ્વર્યચકિત થઈ ગયો કારણ એની માતાને લેવા જનાર ખુદ જુવાનસંગ પોતે હતો.. આજ વીરસંગને એના કાકા પ્રત્યે કંઈક વધારે જ લગાવ થયો. દુનિયાને