એ છોકરી - 1

(21)
  • 8.3k
  • 1
  • 4.7k

ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો, સવારનાં સૂરજનાં કિરણોની લાલીમા, અને આ બધાની વચ્ચે દૂર દૂર પેલા ખેતરમાં એક આકૃતિ દેખાઈ. હા નજીકથી જોયું તો એક સોળ-સત્તર વર્ષની નાજુક નમણી છોકરી હતી.આજે તો કદાચ એના બાપુને શરીરે સારૂ ન હોવાથી એ આવી હતી, ખેતરમાં ડાંગરના ધરૂના રોપા કરવા. એણે પહેરેલ પોલકું અને ચણીયો અને ઉપરથી રાતા કલરની બાંધણીની ઓઢણી. અહાહા........ શું સુંદર કાયા હતી એની. ઈશ્વરે જાણે કે અપ્રતિમ સૌંદર્ય રસ ભરી ભરીને આપ્યું હતું.