છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૫

  • 3.9k
  • 1.4k

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૫ આગળનાં ભાગમાં આપણે છૂટાછેડા થવાનાં થોડાક કારણો જોયા... હવે આગળ... (૩) દેખાદેખી- દેખાદેખી... એટલે બીજાનાં જીવનની ખુશી, સુખ, શાંતિ, ભપકો જોઇને પોતાનું જીવન પણ એવું જ બનાવવાની ઇચ્છા...! ઘણા વખત એવું સાંભળ્યું હશે કે લોકો બીજાની સુખાકારી જીવનની દેખાદેખી કરતાં હોય છે. પરંતું લૈગ્નિક સંબંધોનાં વિચ્છેદનું એક કારણ અન્ય કપલનો દેખાઇ આવતો પ્રેમ પણ હોઇ શકે...! વિસ્તારથી સમજીએ. મમતા અને સુરેશનાં લગ્ન બે વર્ષ પહેલાં થયેલા. બંનેનાં લગ્ન એરેન્જ મેરેજ હતાં અને બે વર્ષથી તેઓ પોતાનાં લગ્નૈતિક જીવનથી ખુશ હતાં. મમતા ગૃહિણી હતી અને સુરેશ એક કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નનાં બે વર્ષ