પવનચક્કીનો ભેદ - 13

(26)
  • 3.7k
  • 3
  • 1.5k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૩ : શોધવા એને ઘૂમાઘૂમ કેપ્ટન બહાદુર પાછો આવ્યો ત્યારે એ જરા નિરાંતથી ચાલતો હતો. એના હોઠ હસી રહ્યા હતા. રામ અને મીરાંને જાણે આશ્વાસન અને હિંમત આપતો હોય તેમ હસીને એણે કહ્યું, “આવા કામના એક નિષ્ણાત આદમીને મેં બોલાવ્યો છે. આ ધરતીના કણેકણને એ ઓળખે છે. શિવરામ એનું નામ.” એણે રામ-મીરાં તરફ એવી રીતે જોયું જાણે છોકરાંઓ શિવરામને ઓળખતાં હોય એવો ભાવ દેખાડે. પણ છોકરાંઓ તો ખાલી આંખે તાકી જ રહ્યાં. એટલે બહાદુર આગળ બોલ્યો, “શિવરામને પાકિસ્તાન સાથેની લડાઈ વખતે પરમવીર ચક્ર મળ્યો હતો. મેં માન્યું કે તમે એની વાત છાપાંઓમાં વાંચી