પવનચક્કીનો ભેદ - 12

(29)
  • 4.4k
  • 6
  • 1.8k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૨ : છોકરો એક થયો ગુમ ભરત જ્યારે પવનચક્કીના અંધારા ભોંયરામાં પડ્યો હતો ત્યારે રામ અને મીરાં એનાથી બે કિલોમીટર દૂર હતાં. નદીનો પટ જ્યાં સારો એવો પહોળો હતો ત્યાં એમણે ધામા નાખ્યા હતા. અહીં ઝાડ ઘટાદાર હતાં. શીતળ પવન વાઈ રહ્યો હતો. આકાશમાં રૂના પોલ જેવાં સફેદ વાદળાં આમતેમ દોડાદોડ કરતાં હતાં. રામ એક શિલાનું ઓશીકું કરીને હરિયાળા ઘાસ પર આડો પડ્યો હતો. મીરાં નદીના પાણીમાં પગ બોળીને ગીત ગણગણતી હતી. છેલ્લા બે કલાકમાં પાંચમી કે છઠ્ઠી વાર એ બોલી, “મને લાગે છે પેલા ઢીલાશંકર પોચીદાસે પગના ડંખ ઉપરની પટ્ટી નહિ જ