ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 17

(152)
  • 4.6k
  • 8
  • 3k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-17 રાવલપિંડી, પાકિસ્તાન "શાયદ મને સમજાઈ ગયું છે કે બલવિંદરે લખેલા કોરડીનેટ્સ આખરે કઈ તરફ ઈશારો કરી રહ્યાં હતાં.!" નગમાના આ શબ્દોની જાદુઈ અસર હેઠળ દિલાવર અને માધવ તુરંત ઊંઘમાંથી બેઠાં થઈ ગયાં. "શું કહ્યું?" માધવે અચંબિત સ્વરે કહ્યું. "તને સમજાઈ ગયો કોરડીનેટ્સનો અર્થ? શું એ ત્રિમૂર્તિ ભવન તરફ ઈશારો નથી કરી રહ્યાં?" "ગુજરાતમાં આતંકવાદી હુમલો થવાનો છે એ વાત બલવિંદરે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જ કહી હતી." નગમા બોલી. "મતલબ કે હુમલો થવાનો છે એ સ્થળ ગુજરાતનું જ હોવું જોઈએ, નહીં કે ન્યુ દિલ્હીનું ત્રિમૂર્તિ ભવન." "આ ત્રિમૂર્તિ ભવન સાથે જે ઈતિહાસ જોડાયેલો છે એમાં ડોકિયું કરીએ