' .....મારું અચાનક આવી રીતના જવાનું થશે એ મને પણ નહોતી ખબર .મુંબઈની એ ઝાકઝમાળથી ભરપૂર નવરાત્રીથી કંટાળીને કચ્છનાં નવલાં નોરતાંના કામણગારા ગરબા ગાવાનો લ્હાવો લેવા નીકળી પડી ટ્રેનની બારીમાંથી દેખાતા અસંખ્ય તારલાઓ એવા લબક- ઝબક થતા હતા કે જાણે ગરબાના છિદ્રોમાંથી નીકળતો જ્યોતનો પ્રકાશ ! મારું મન નાચી ઉઠયું . કેટકેટલાય , અવનવા ચળકતા ભાતીગળ મોટી છાપવાળા ડ્રેસ મેં મારી બેગમાં ભરી લીધા હતા . એક નજર મેં મારી બેગ ઉપર કરી અને મનમાં જ મલકાઈ ઉઠી . મારી ટ્રેન મારા ગામ પહોંચાડે તે પહેલાં હું મનોમન મારા ગામમાં પહોંચી ગઇ . એ અવનવા ડ્રેસ પહેરી હું ચોકમાં ગરબે