પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-6 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન પોતાની ચાલાકીથી વિક્રમસિંહને વિષ આપવા સાથે કુબા કાલરાત્રી નામક શૈતાનના જન્મની તૈયારીઓ કરી ચૂકી હતી. મેસોપોટેમિયન વિષની અસર હેઠળ વિક્રમસિંહની હાલત વિતતા સમયની સાથે વધુ ને વધુ બગડી રહી હતી. એમનું શરીર તાવથી ભઠ્ઠીની માફક ધગી રહ્યું હતું, હજુ શરીરનો કોઈ ભાગ જાંબલી પડ્યો નહીં હોવાથી રાજવૈદ્ય પણ આ મેસોપોટેમિયન વિષની અસરનો ઉપચાર કરવામાં અસફળ રહ્યા હતાં. વિરસેન પોતાના મિત્ર અને માધવપુરના રાજા વિક્રમસિંહના આવા કથળેલા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ વ્યગ્ર હતો, ગૌરીદેવી અને અંબિકા પણ આ કારણથી અતિશય ચિંતામાં જણાતા હતાં. પદ્માને હવે છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા એટલે એને