પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-5 જેસલમેર, રાજસ્થાન છેલ્લા ચાર દિવસથી એક અંધારા ઓરડામાં કેદ સમીરની સામે જ્યારે ત્યાંથી ભાગી છૂટવાની તક આવી ત્યારે સમીરની આંખોમાં ચમક આવી ગઈ, શરીરમાં જે સુસ્તી આવી હતી એની જગ્યાએ જુસ્સો આવી ગયો. કાલુ જેવું જ એને જમવાનું આપીને ગયો એ સાથે જ સમીર પોતાના પીઠ પાછળ બંધાયેલા હાથની ગાંઠ છોડવાની કોશિશમાં લાગી ગયો. સમીરને હતું કે ગાંઠ પોતે સરળતાથી છોડી શકશે પણ આ કામ એની અપેક્ષા કરતા વધુ ભારે નીકળ્યું. આખરે બે-ત્રણ કલાકની જહેમત બાદ સમીર પોતાના હાથને રસ્સીના બંધનમાંથી મુક્ત કરવામાં સફળ થયો. હાથ છૂટા થતા જ સમીરે રાહતનો શ્વાસ લીધો. ચાર દિવસની અકળામણ