ભાભી

(30)
  • 4.7k
  • 1
  • 1.4k

કેશા, સાસરે ઢગલોબંધ સંસ્કારો લઈને આવી હતી. સાથે થોડાં અરમાનોની થેલી પણ ખરી. જોકે સબંધ નક્કી થયો ત્યારથી લગ્ન વચ્ચેના ત્રણ મહિનામાં જ આખા પરિવારના સ્વભાવનું અવલોકન કરી લીધું હતું. આ ઘરમાં પરણીને પાંચ વર્ષમાં તેણે આખા ઘરને પોતાનું બનાવવાના બધા જ પ્રયત્નો કર્યા હતા. પરિવારમાં તેના સસરા માનદભાઈ ,સાસુ માલીનીબેન અને નણંદ પૂજા, જેને કારણે એ અહી હતી તે તેના પતિ નીરજ. ઘરનાં બધાં જ આમતો ખૂબ પ્રેમાળ. બાકી બધા ઘરોની જેમ નાની નાની ખેંચતાણ ચાલુ જ રહે છે લગ્ન પછી પણ કેશાએ નોકરી ચાલુ જ રાખી હતી.