પવનચક્કીનો ભેદ - 10

(24)
  • 4.3k
  • 6
  • 1.8k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૦ : ભરતભાઈને ચડી રીસ ભરતે કાગળ-પેન્સિલ લઈને લખવા માંડ્યું. મથાળું બાંધ્યું : ‘ભેદ.’ પછી લખવા માંડ્યું. જેટલી ભેદી વાતો અત્યાર સુધીમાં બની હતી એની એક યાદી બનાવી કાઢી. પછી બબડ્યો : ‘બાપ રે ! કેટકેટલી ભેદી વાતો અહીં બની ગઈ છે ! પણ એ બધાનું કારણ શું ? આ બધી વાતોનો એકબીજી સાથે સંબંધ છે ખરો ?’ એણે યાદી ઉપર પેન્સિલ ફેરવા માંડી. પાંચમા નંબરે એ અટક્યો. ત્યાં લખ્યું હતું : ‘પવનચક્કીમાં જતાં કેપ્ટન બહાદુરે રોક્યા. એનાથી દૂર જ રહેવાનો કડકમાં કડક હુકમ કર્યો અને પછી એક ભયંકર ચાંચિયાના ભૂતની કથા કહી.’