યોગ-વિયોગ - 73

(360)
  • 19.9k
  • 23
  • 10.3k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૩ ઓરડાની બત્તી બુઝાઈ ગઈ પણ વસુમાની આંખો જલતી રહી. એમને સૂર્યકાંતનો સવાલ રહી રહીને સંભળાતો રહ્યો, ‘‘હવે તારે કોઈ જવાબદારી નથી, હવે શું બાંધે છે તને ?’’ વસુમા સવાર સુધી લગભગ જાગતાં રહ્યાં અને પોતાની જાતને એ જ સવાલ રહી રહીને પૂછતાં રહ્યાં... ‘‘ખરેખર મારે કોઈ જવાબદારી નથી ? તો પછા કયા બંધને, કયા કારણે હું અહીં છું ?’’ આ વિચારનું બીજ વસુમાના મનમાં પડ્યું એ પછી એ કંઈકેટલીયે સ્મૃતિની ગલીઓમાંથી પસાર થયાં હતાં. આખી રાત જાણે એમણે જીવાયેલી જિંદગીને એક સરસરી નજરથી રિવાઇન્ડ કરીને જોઈ હતી. એમને રહી રહીને એક