અમેરિકાના ૩૫માં પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ પોતાના દેશના નાગરિકોને સંબોધીને એક વાર કહ્યું હતું કે, " ન પૂછો કે દેશ તમારા માટે શું કરશે, એમ કહો કે તમે દેશ માટે શું કરશો? " આ વાક્ય દરેક અમેરિકન નાગરિકના હૃદયમાં સ્થાન પામ્યું અને તેના પ્રભાવ હેઠળ આજે પણ અમેરિકા વિશ્વની મહાસત્તા તરીકેની ઓળખ ધરાવે છે. આજકાલ લોકોને કંઈક કામ કરવા કરતાં ફરિયાદ કરવાનું વધારે અનુકૂળ આવે છે કારણ કે, એમાં કાંઈ કરવાનું હોતું નથી. માત્ર વિરોધ જ કરવાનો હોય છે. જ્યાં જુઓ ત્યાં સમાજ કે સરકારી તંત્ર સામે ફરિયાદોનો ટોપલો લઈને ફરતાં લોકો જોવા મળે છે. હું હોત તો આમ કર્યું