ચોમાસુ ગયું એટલે વાસુ ના ઘરે સફાઈ નું કામકાજ ચાલુ થયું, વસુ એ વાસુ ને એક પછી એક કામકાજ સોંપવા માંડ્યું, હવે આ વસુ એટલે વસુમતી , વાસુ એટલે વાસુદેવ... વાસુ એ પહેલા અગાસી થી શરૂઆત કરી, 'અરે વસુ આ જો ''શું છે? ''અરે આ જો કબૂતરો એ કેટલું બગાડયુ છે? ''અરે ભાઈસાહેબ હું તો આ કબૂતરો થી બહુ જ કંટાળી ગઈ છું, દર અઠવાડિયે ઉપર સફાઈ કરું છું, તમે તો આજે જ સાફ કરવા ઉપર ચડ્યા, ચાલો હવે ફટાફટ સફાઈ કરી ને નીચે આવો 'વાસુ ટેન્શન માં આઈ ગયો, સાલું આ કબૂતરો નું સાફ કરતા કરતા જ વાર લાગશે એમાં જ હું થાકી