લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 53 - છેલ્લો ભાગ

(46)
  • 4.1k
  • 2
  • 1.5k

શુંભમની વાત સાંભળ્યા પછી સ્નેહા એકદમ ચુપ થઈ ગઈ. તેને સમજાતું નહોતું કે તે શું જવાબ આપે. પળમા જ ના જાણે મનમાં કેટલા વિચારો ફરી વળ્યા. આ બધું સ્નેહાના મમ્મી દુર ઊભા રહી જોઈ રહયા હતા. સ્નેહાની આખોમાં વહેતા આસું એક માં થી કયાં ચુપા રહેવાના હતા. સ્નેહા એમ જ ચુપ ઊભી રહી ત્યાં જ તેના મમ્મીએ ફોન હાથમાં લઇ લીધો. "શુંભમ બેટા, કાલે સ્નેહા તૈયાર હશે ને તમે લોકો ચિંતા નહીં કરતા પેપરમાં સહી કરવા હું આવી તમારી સાથે." એકપળ સ્નેહા તેની મમ્મીને જોઈ રહી. "પણ મમ્મી સ્નેહા......??" શુંભમે એકદમ શાંત અવાજે પુછ્યું."તેની સાથે કાલે વાતો કરી લેજો