લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 51

(27)
  • 3.5k
  • 2
  • 1.6k

આજનો આ દિવસ પણ પુરો થઈ ગયો. સપના તેના ઘરે જતી રહી ને સ્નેહા પોતાના મનને મનાવી બધું ફરી જેમ હતું તેમ મુકવા લાગી. આજે જો લગ્ન હોત તો કરિયાવર પથરાતો હોત તેના બદલે કરિયાવર પેક કરી માળીયા ઉપર મુકાઈ રહયો હતો. ચાર દિવસથી સખત વહેતા આસું હવે આંખમાં પણ સુકાઈ ગયા હતા. કબાડમા વસ્તુઓ મુકતા જ તેના હાથમાં શુંભમે આપેલ તે ઘડિયાળ આવી. જે તેમના જન્મદિવસ પર તેના માટે ખાસ હતી. બે પળ તે તેને એમ જ જોતી રહી. ફરી તે દિવસ આખો સામે આવી ઊભો રહી ગયો. તે દિવસની દરેક પળ, શુંભમ