પ્રતિશોધ તૃતીય અંક: - 3

(195)
  • 5.6k
  • 4
  • 3.6k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-3 ચાર દિવસ પહેલા, માધવપુર, રાજસ્થાન ઇલ્યુમિનાટીના એ સદસ્ય દ્વારા જ્યારે રાકા સમક્ષ માધવપુર કિલ્લામાં કામ અર્થે મોજુદ સમીરની સાથે આવેલા તમામ લોકોનો ખાત્મો કરીને સમીરને કિડનેપ કરવાનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે રાકાએ પહેલા તો ઘણી આનાકાની કરી. આટલા મોટા હત્યાકાંડ બાદ પોતાને માથે જોખમ વધી જવાની શક્યતાઓ પ્રબળ હોવાથી રાકાએ પહેલા તો ઇલ્યુમિનાટીના એક રહસ્યમય વ્યક્તિ દ્વારા પોતાને આપવામાં આવેલી ઓફરનો અસ્વીકાર કરી દીધો. પણ જ્યારે એને કહેવામાં આવ્યું કે એને આ કામનાં પચ્ચીસ લાખ એડવાન્સ અને પચ્ચીસ લાખ પાછળથી આપવામાં આવશે ત્યારે આટલી મોટી રકમની લાલચમાં રાકા આ નરસંહાર કરવા તૈયાર થઈ ગયો. રાકા જોડે જે