યોગ-વિયોગ - 68

(366)
  • 17.9k
  • 14
  • 10.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૮ લગભગ સરખી ઊંચાઈના બાપ-દીકરો સામસામે ઊભા હતા. સૂર્યકાંત અલયની આંખોમાં જોઈ રહ્યા હતા. બંને થોડી વાર એકબીજા સામે જોઈ રહ્યા અને પછી સૂર્યકાંત અલયને ખેંચીને ભેટી પડ્યા... ‘‘દીકરા મારા...’’ એમની આંખોમાં પણ પાણી હતાં, ‘‘મને ગર્વ છે તારા પર.’’ સૂર્યકાંતને ભેટીને ઊભેલો અલય આ સાંભળતો હતો, પણ એને સમજાતું નહોતું કે એણે શું કરવું જોઈએ. ધીમે રહીને એણે પોતાની જાતને સૂર્યકાંતના બાહુમાંથી છોડાવી, એ છૂટો પડીને સહેજ દૂર ઊભો રહ્યો, ‘‘તમે... ક્યારે આવ્યા ?’’ ‘‘હું ગઈ કાલે... આઇ મીન આજે જ આવ્યો.’’ સૂર્યકાંતે અલયને હાથ પકડી લીધો, ‘‘હું માત્ર તારી ફિલ્મ