પવનચક્કીનો ભેદ - 4

(22)
  • 3.6k
  • 4
  • 1.7k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૪ : એટલે ઘેરી વળ્યો ભેદ ભરત ખૂબ ડરી ગયો હતો, અને મીરાંને પણ એ બીકનો ચેપ લાગી ચૂક્યો હોય એમ જણાતું હતું. મોટો આવક રામ હતો અને ખરી રીતે એણે રસોડામાં જઈને તપાસ કરવી જોઈતી હતી. બારી બહાર શું છે અગર કોણ છે તે જોવું જોઈતું હતું. પણ અત્યારે તો એ પણ જરા અચકાયો. એનાં પગલાં જાણે રસોડા તરફ ઊપડવાની જ ના પાડતાં હતાં. એ માંડ માંડ દીવાનખાનામાં રસોડામાં પડતા બારણા સુધી પહોંચ્યો. આગળ વધવું કે નહિ એની ચિંતા કરતો હતો. ત્યાં જ રસોડાનું બહારનું બારણું ધડાકાભેર ખૂલી ગયું અને એક મોટો