આપણે આજ કાલ સંબંધોની પરખ કરવાનું કોઈને કોઈ રીતે ભુલતાં જઈએ છીએ. આ વાત માત્ર વ્યક્તિ સાથે જ જોડાયેલી નથી આ વાત વ્યક્તિ, વિષય સાથે સાથે વસ્તુ સાથે પણ ખુબ ઊંડાણ પૂર્વક સંકળાયેલી છે.એક સરસ કથા વાર્તા છે " ઉંદર નાં લગ્ન " સૌએ સાંભળી જ હશે ઋષિ એ ઉંદર ને કન્યા નું રૂપ આપ્યું એને પોતાની કન્યા સમજી ને માવજાત કરી અને વિવાહ કરવાં લાયક થતાં યોગ્ય વર ની શોધખોળ શરૂ કરી કન્યા એ કહ્યું કે હું કોઈ જેવાં તેવાં સાથે લગ્ન નહીં કરું જે શક્તિશાળી હશે તેની સાથે લગ્ન કરીશ એટલે ઋષિ એ સૂર્યદેવ, પવન દેવ, વાદળ, પહાડ