લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 45

(25)
  • 5.1k
  • 3
  • 1.8k

સમય સમય સાથે ચાલવા લાગ્યો. કંકુપગલાની રસમ પુરી કર્યો પછી સ્નેહા કેટલી વખત અમદાવાદ જ્ઈ આવી ને શુંભમ પણ કેટલી વખત સુરત આવી ગયો. પરિવાર વચ્ચેનો સંબધ ઘર જેવો સંબધ બની ગયો હતો. સ્નેહાની સાથે તેના પરિવારના વિચારોમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. બધું બદલાઈ રહયું હતું અહીં. જે ઘરે છોકરીઓ માટે આઝાદ જિંદગીની ઉડાન ના હતી તે ઘરે હવે સ્નેહાને અમદાવાદ એકલા જવાની પરમિશન આપવા લાગયા. ખરેખર માણસના વિચારોને બદલતા વાર નથી લાગતી. બસ કોઈ તેના વિચારને બદલવા વાળું હોવું જોઈએ. સંગાઈ પછીનું એક વર્ષ પુરું થઈ ગયું. હજું લગ્નમાં સમય હતો. સ્નેહાનો