માળો

(16)
  • 3.9k
  • 1.3k

‘ ...........તમે હવે ભલે ફરી જાવ વહુ .... ન કાં તે દિ ' આખી ભાઈયાતની વચ્ચે તમે કબૂલ કર્યું કે પારૂની જવાબદારી તમારી છે ..... આવી શું ખબર , ને કાં તે દિ ' જ એની માં ભેળી મૂકી દીધી હોત .... ! ' એક કલાક પહેલાં બનેલી ઘટનાને ઘઉં સાથે ઝાપટી નાખવાનો વ્યર્થ પ્રયત્ન શાંતામા કરતા હતા , પણ તેમ કરવાથી તો મનમાં ગૂંચવાડા જ ઊભા થતા હતા . શાંતામાનો માંયલો દાવાનળ ફરી જાગી ઊઠયો . વહુ સાથેના ન ધારેલા સંવાદો હજુ પણ હવામાં ફંગોળાતા હતા ! વસતી ગણતરી કરવા આવેલા ગામના જ માસ્તરે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ કર્યું