ઇન્ડિયા આવે એક અઠવાડિયું થયું. જેટ લેગ હજૂ જવાનું નામ લેતો નથી. અક્ષરધામમાં હું એકલોજ છું. અક્ષરધામ, એટલે અમદાવાદનું મારું ઘર. રાત તો માંડ પૂરી કરી. સવારના ચાર થયા એટલે ઊઠ્યો બ્રશ કરતાકરતા જ ચા બનાવી. ચાનો મોટો મગ ભરીને બહાર કમ્પાઉન્ડમાં આવીને હીંચકા પર બેસી ગયો. આજે સવારે મારા ગામ ભડકદ જવું છે. આણંદ જિલ્લાનું સાવ નાનકડું અંતરિયાળ ગામ અને ત્યાં અમારા ગ્રામદેવતા છાંયલા મહારાજની દેરીએ બાધા કરવા જવું છે. નાનપણથી બા-દાદાએ અમારામાં છાંયલા મહારાજ પ્રતિ શ્રધ્ધાનું જબરદસ્ત આરોપણ કરેલું એટલે વર્ષે એકાદવાર તો હું દર્શન કરવા જાઉં જ. ચા પીતાપીતા અક્ષરધામ અને એની સાથે જોડાયેલા લોકોની સ્મૃતિનું ધણ