સ્માર્ટફોન

(15)
  • 2.6k
  • 3
  • 1k

એક રાત્રે ટીચર સાક્ષી પોતાનાં વિદ્યાર્થીઓનું પેપર ચેક રહી હતી, ત્યારે જ તેનો પતિ સંજય તેની બાજુમાં આવીને બેસી ગયો. સંજય પોતાનાં મોબાઈલમાં મસ્ત હતો, ગેમ રમી રહ્યો હતો. અચાનક સાક્ષીની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. તે જોર-જોરથી રડવા માંડી. જ્યારે સંજયને રડવાનો અવાજ આવ્યો ત્યારે મોબાઈલમાંથી વગર આંખ હટાવ્યે પૂછ્યું "શું થયું સાક્ષી, મારાથી નારાજ છે કે શું?" સાક્ષી બોલી "નહિ, હું તારાથી નારાજ નથી. મેં મારી સ્કૂલમાં સામાન્ય પરીક્ષામાં નિબંધલેખનમાં ઘણો સારો અને રસપ્રદ વિષય આપ્યો હતો કે... જો તમારી ઈચ્છા હોય તો તમે શું બનવા માંગશો?. પતિ સંજય જોરથી હસવા માંડ્યો અને બોલ્યો "તો આમાં રોવા જેવી શું