ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 11

(148)
  • 4.9k
  • 9
  • 3.1k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-11 રાવલપિંડી, પાકિસ્તાન પોતાનો પીછો કરી રહેલા વ્યક્તિને નગમા એક સાંકડી ગલીમાં લઈ આવી હતી, જ્યાં સારું એવું અંધારું હતું. નગમા અને માધવનો પડછાયાની માફક પીછો કરી રહેલો એ યુવક નગમાની પાછળ-પાછળ સાંકડી ગલીમાં આવી પહોંચ્યો. પચાસેક ડગલાં જેટલું ચાલ્યા બાદ નગમા ડાબી તરફ વળીને ત્યાં પડેલી એક કારની ઓથ લઈને છુપાઈ ગઈ. નગમા કારની પાછળ ઘાત લગાવીને બેસી છે એ વાતથી અજાણ એ યુવક જેવો ડાબી તરફ વળીને વીસેક ડગલાં ચાલ્યો ત્યાં એના પીઠ પર એક શક્તિશાળી લાત પડી અને એ ગડથોલિયા ખાઈને જમીન પર પડ્યો. આ દરમિયાન એ યુવકની પાછળ આવતો માધવ પણ દોડીને ત્યાં