ફુગાવો એટલે શું?

  • 16.9k
  • 3.8k

ફુગાવો એટલે શું? ફુગાવા વિષે આપણને મૂડી રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓ પાસેથી ઘણું જાણવા મળે છે. ફુગાવાની સામાન્ય સમજ એવી છે કે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવીકે ખાદ્ય પદાર્થો, કપડાં, આવાસ, મનોરંજન, ટ્રાન્સપોર્ટ, ગ્રાહકલક્ષી વસ્તુઓ વગેરેના ભાવમાં થતો વધારો. ફુગાવો એ એક નિશ્ચિત સમયમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતા ફેરફારની ગણતરી છે. તેનાથી વિરુદ્ધ સ્થિતિ અને ભાવ સૂચકાંકમાં થતા ઘટાડાને વિચ્છેદન એટલેકે ‘deflation’ કહેવામાં આવે છે. ફુગાવો દેશના ચલણી નાણાની ખરીદશક્તિમાં આવેલો ઘટાડો સૂચવે છે. આ તમામ ટકાવારીમાં ગણવામાં આવતું હોય છે. ફુગાવાની શું અસરો થઇ શકે છે? ચીજવસ્તુઓ તેમજ સેવાઓ મોંઘી થતાં ચલણી નાણાની ખરીદશક્તિમાં ઘટાડો થાય છે. જ્યારે ફુગાવો ઉંચો