પવનચક્કીનો ભેદ - 2

(24)
  • 3.6k
  • 2
  • 1.9k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ - ૨ : માસીનું ઘર કેટલે ? ભરત ખૂબ થાકી ગયો હતો અને પાછળ પડી ગયો હતો. એ જોઈને રામ ઊભો રહ્યો. ભરત નજીક આવ્યો એટલે એણે કહ્યું, “ભરત, લે, તું મારો થેલો ઉપાડ. એ હળવો છે. તારો થેલો જરા ભારે લાગે છે.” ભરતે ખભેથી ઉતારીને થેલો રામને આપ્યો. એના વજનથી રામનો હાથ પણ નમી ગયો. એ બોલ્યો, “અલ્યા, આટલું બધું આમાં શું ભરી લાવ્યો છે ? પથરા છે ?” ભરતના ગાલ શરમથી લાલ થઈ ગયા. એણે હાંફતાં હાંફતાં કહ્યું, “મારી વસ્તુઓ છે. ગામડામાં એક અઠવાડિયું રહેવા માટે જોઈતી વસ્તુઓ મમ્મીએ થેલામાં ભરી છે.