સાહિત્ય દર્પણ

(17)
  • 8.8k
  • 2.1k

આજના બર્થડે સર્જક*સુમન શાહ*(લેખન સંકલન અને સ્કેચ: 'શિલ્પી' બુરેઠા કચ્છ) *રખેવાળ દૈનિક 01/11/2020* ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર,સમીક્ષક, અનુવાદક અને તંત્રી/સંપાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ 1 નવેમ્બર 1939ના રોજ વડોદરા પાસેના ડભોઈમાં થયો હતો. તેમનું આખું નામ સુમનચન્દ્ર ગોવિંદલાલ શાહ છે. તેમના માતાનું નામ કુંદનબેન છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ડભોઈ પ્રાથમિક શાળામાંથી અને માધ્યમિક શિક્ષણ 1957માં વિભાગ માધ્યમિક શાળા ખાતેથી લીધું હતું. તે વાણિજ્ય શાખામાં સ્નાતકના અભ્યાસ માટે એમ.એસ. યુનિવર્સિટીમાં જોડાયા પરંતુ 1959માં આર્ટ્સ કોલેજ, ડભોઈમાં પ્રવેશ મળતાં એમ.એસ. યુનીવર્સિટીનો અભ્યાસ છોડી દીધો હતો. તેઓએ 1962માં મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય અને ગૌણ વિષય તરીકે સંસ્કૃતમાં સ્નાતકની