તો સાંભળો મહારાજ... તમે રહ્યા વાંઝિયા અને વાંઝિયા અપશુકનિયાળ કહેવાય. તેનું સામે મળવું એટલે અપશુકન થવું અને અપશુકન એટલે કામ અને દિવસ બગડવું. હે મહારાજ જ્યારે રાજા જ જો અપશુકનિયાળ જ હોય તો પ્રજા ક્યાંથી શુકનિયાળ થાય. રાજા તેની પ્રજા થી સુખી હોય છે અને પ્રજા રાજા ના પ્રેમ, તેમનું પ્રજા પ્રત્યેનું કર્તવ્ય પાલન અને મહેલની અંદર ખુશીથી ખુશ હોય છે. જ્યારે રાજા જો ખુશ હશે તો પ્રજા ને ખુશ રાખશે. મહારાજ આપ અંદરથી દુઃખી રહો છો એટલે તે દુઃખમાં તમને પ્રજાનું દુઃખ ક્યારેય દેખાતું નથી. રાજા એક સામાન્ય મહિલાની વાત સાંભળી તો તંગ રહી ગયા. રાજાએ તેમના સલાહકાર સામે નજર કરી પણ