પ્રકરણ-પંદરમું/૧૫વૈશાલીબેનના મોઢાંમાં આખો લાડુ મુકતા અર્જુન બોલ્યો, ‘આ શહેરના ટોચના ઉદ્યોગપતિ, કોર્પોરેટ કિંગ, વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, અને મીરાંના બોસ મધુકર વિરાણીના બનવા જઈ રહેલા સાસુજીને મારા વંદન સાથે અભિનંદન. લાડવા કરતાં તો અર્જુનની લાખ રૂપિયાની વાત સાંભળીને વૈશાલીબેનનું મોઢું ઉઘાડું જ રહી ગયું. થોડીવાર તો સૌની સામે જોતા જ રહ્યા. મીરાંની સામે જોતા જ મીરાં શરમાઈને વૈશાલીબેનના ગળે વળગી પડી.અતિ ઉત્સાહ અને આનંદના અતિરેક સાથેના ઉદ્દગારમાં વૈશાલીબેનએ મીરાંને પૂછ્યું,‘મીરાંઆઆઆ..... આ ક્યારે ?’એ પછી મીરાંએ સ્હેજ શરમાતાં શરમાતાં માલદીવ્સ ટુરની વાત કહી સંભળાવ્યા પછી બોલી,‘સોરી મમ્મી, પણ મને થોડું કન્યુઝન હતું એટલે અવની સાથે થોડી ડિસ્કશન કરીને પછી તને જાણવું