માનવ વેદના - ૧

  • 3.1k
  • 1.1k

રોજ સવારની જેમ આજે હું મારી દુકાને પહોંચ્યો. દુકાનનું શટર ખોલી ખુરશી બહાર કાઢીને બેઠો. રાજુ હજુ સુધી આવ્યો ન હતો. હું સવારે દુકાને આવી જવ પછી રાજુ આવતો, રાજુ છેલ્લા 10 વર્ષથી મારી પાસે નોકરી કરતો હતો. હું ખુરશી ઢાળીને બહાર બેસતો, રાજુ દુકાનમાંથી કચરો કાઢી અને પોતું કરતો. ત્યારબાદ હું દિવાબત્તી કરી, હનુમાન ચાલીસાના પાઠ કરતો એ પુરા થાય પછી માતાજીની સ્તુતિ કરતો. માતાજીની આરાધના કર્યા પછી ગાદી પર બેસી ગુજરાત સમાચાર વાંચવાની ટેવ. ત્યાં સુધીમાં રાજુ ચા લઈ આવી જતો. આ મારું રોજનું રૂટિન હતું.મારા શોપિંગમાં સામસામે દસ દસ દુકાનો આવેલી હતી. અમારી દુકાનની બાજુમાંજ ટોકીઝ આવેલી