દિલ ની કટાર.... કવિતા 

  • 7.5k
  • 2
  • 1.6k

દિલની કટાર...."કવિતા" કવિતા, ક..વિ..તા.., ક, વિતા.. કવિ ઉપર વિતી હોય એમાંથી થતું સર્જન કવિતા, કવિ પર અનેક રીતે વીતે છે જેમાં ઘણી સંવેદનાનાં પ્રકાર છે ભાવ છે. પ્રેમ, લાગણી, દયા, ક્રોધ, તડપ, વિરહ, ખુશી, આનંદ, વિયોગ, ઉત્તેજના, શૌર્ય, દેશભક્તિ, કરુણતા, કોમળતા, પ્રાર્થના, સ્તુતિ, આશીર્વાદ, કરુણા, કલ્પના, સ્વપ્ન, કટાક્ષ, ટોણાં મજાક, મસ્તી, ટીખળ, ક્ષમા, ફરિયાદ, સ્વર્પણ, સમર્પણ, માફી, શોખ, કળા, કરતબ, ગીત, સંગીત, સ્મરણ, યાદો, એકાંત, ઘોંઘાટ, ત્રાસદી, રસ, રંગ, સ્મૃતિ, વિસ્મૃતિ કેટ કેટલાં પ્રકારની સંવેદના કવિતા રચવા માટે સર્જાય છે. સર્જન થાય છે. આપણામાં કહેવત છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, નવી કહેવત જ્યાં ના પહોંચે કવિ