આગળના ભાગમાં આપણે જોયું કે 'ટી પોસ્ટ'માં સમય વિતાવીને દિશા થોડી હળવાશ અનુભવે છે પરંતુ રુચિની વાતથી થોડી ડિસ્ટર્બ પણ હોય છે જેના કારણે મોબાઈલમાં એકાંતના મેસેજની નોટિફિકેશન હોવા છતાં જોતી નથી. અને પોતાની જાતે જ નક્કી કરી લે છે કે થોડા સમયમાં બધું રાબેતા મુજબ થઈ જશે. દિશા મનોમન નક્કી કરી લે છે કે એકાંતના મેસેજ ખોલવા નથી, પરંતુ યંત્રવત મેસેજ ખુલી જાય છે. એકાંત મેસેજમાં દિશાને સમજાવી રહ્યો હતો. દિશા પણ માત્ર મેસેજ વાંચતી હતી. જવાબ નથી આપતી. બે દિવસ સુધી એકાંત મેસેજમાં દિશા સાથે વાત કરવા મથે છે પરંતુ દિશા રુચિની વાત યાદ કરીને વાત કરવાનું ટાળે