માંહ્યલો - 5

  • 2.6k
  • 1.1k

માંહ્યલો એપિસોડ-૫ હવે મધુમાની ધીરજ ખૂટતી જતી હતી. એ ઇચ્છતા હતા નિ:સ્પૃહી કંઈક રિએક્સન આપે દિલ હળવું કરે. એક સ્ત્રી તરીકે મધુમા નિ:સ્પૃહીની વેદના વાંચી શકતા હતા. એની આંખોની કોરાપ મધુમાના દિલને છરાની જેમ વીંધતી હતી. મધુમા નિ:સ્પૃહી કંઈક બોલે, કંઈક બળાપો કાઢે એ માટે અનેક યુક્તિ-પ્રયુક્તિ વારાફરતી અજમાવી રહ્યા હતા. મધુમાએ જાણીબુઝીને આમ્રપાલીની વાત કાઢી. “બેટા નીહુ! તમે નાનાં હતાં ત્યારે તને અને શાલીગ્રામને ગાર્ડનમાં રમવા મૂકી હું અને આમ્રપાલી શોપીંગ કરવા જતા. શાલિગ્રામની દરેક બાબતનું ધ્યાન આમ્રપાલી જ રાખતી. આમ્રપાલી શાલીગ્રામને ખૂબ પંપાળતી મને ક્યારેય ગુસ્સો કરવા દેતી નહિં એટલે આજે શાલીગ્રામ... બોલતાં બોલતાં મધુમા રડી પડ્યા. એમને