એક રવિવારે કમાકાકા ને ઘરે ગયો... 'આ કોરોના એ તો દાટ વળ્યો જતલા (કાકા ને કાકી મને પ્યાર થી ' જતલા' કહે છે) તને શું કહું' "કઈ રીતે કાકા" 'આ તારી કાકી ને સમજાવ કે કાનમાં હું માસ્ક પહેરૂ જ છું તો પણ બોલ્યા કરે કે તમે કાનમાં ઈલાસ્ટિક આવે એવું જ પહેરો, અલ્યા પણ હું એમ કહું કે મેઇન શું છે? "માસ્ક પહેરવાનું..." ' તો તારી કાકી ને સમજાવ'... 'કેમ કાકી કાકાને હેરાન કરો છો?, બિચારા માસ્ક તો પહેરે છે " 'અલ્યા હું હેરાન કરું છું? આ તારો કાકો મને હેરાન કરે છે' "કેવી રીતે?" 'અલા ભઈ.., મે એમને