સાહસની સફરે - 7

(23)
  • 4.7k
  • 2
  • 2.5k

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૭ : બળિયા સામે બાથ વીરસેનની પાછળ ધીરેધીરે આવનાર માણસ એકદમ અટકી ગયો. થંભી ગયો. એના હાથ ઊંચા થઈ ગયા. વીરસેનની કટારથી દૂર ખસી ગયા. એ શાંતિથી બોલ્યો, ‘એ છરો મારી સામે કાં તાકો છો, વીરસેનભાઈ ?’ આવનાર માણસને જોતાં જ વીરસેન શરમાઈ ગયો. છરો નીચો નમાવી દીધો. માથું નીચું નમી ગયું. સામે તો કાલુ સરદાર ઊભા છે. મરકમરક હસે છે. વીરસેનથી કશું બોલાયું નહિ. કાલુ સરદાર કહે, ‘એમાં શરમાવાની જરૂર નથી, વીરસેનભાઈ ! આ પરદેશ છે. ચાંચિયાઓનું અને ગુલામોના વેપારીઓનું થાણું છે. તમે ચાંચિયાઓ સામે લડવા આવ્યા છો. મોતના મોંમાં તમે માથું મૂક્યું