ફરી મળીશું !! - પ્રકરણ - ૫

  • 2.9k
  • 1.1k

ફરી મળીશું !!પ્રકરણ - ૫મારુ માથું હજુ પણ સખ્ખત દુઃખી રહ્યું હતું. અરીસામાં જોયું તો મારી આંખો સોજાઈને બટાકાની જેમ બહાર આવી ગઈ હતી. જાણે આંખો માં લોહી ઉતરી આવ્યું હોય તેમ લાલઘૂમ થઈ ગઈ હતી. જલ્દીથી ફ્રેશ થઈ તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો.કોલેજમાં જઈને જોયું તો કૃણાલ અને અતુલ હજુ આવ્યા નહોતા. હું કોલેજની બાજુમાં આવેલી ચા ની કીટલી પર બેઠો તેમની રાહ જોવા લાગ્યો.મારી સિગારેટ અને ચા પુરી થઈ પણ હજુ તે દેખાયા નહોતા.શુ ઈશાને મારી કોઈ વાત નું ખોટું લાગી ગયું હશે? શુ ઈશા મારી સાથે વાત કરવા નહીં માંગતી હોય? શુ તે કોઈ મુશ્કેલીમાં હશે? મારા