બાની- એક શૂટર ભાગ : ૩૯"બાની.....!! તું ચાહે છે એહાનને.....!!" એહાન વધુ નજદીક ગયો. બાનીના આંખમાં આંખ મેળવીને કહ્યું, "હું તને ચાહું છું. તારા મૃત્યું થવું મારા માટે અસહ્ય હતું. મને મારી જિંદગી જીવવા લાયક જ નહીં લાગી. હું ખૂબ ત્યારે વિચાર કરેલો કે બાનીને હું ચાહતો જ હતો તો એનો સાથ મેં કેમ ન આપ્યો?? બાની જ મારો શ્વાસ હતો તો એનો સાથ મેં કેમ છોડી દીધો....!! બાની આય એમ સોરી....!! મને તને કશું નથી પૂછવું. હું એટલું જાણું છું કે હું તને ચાહું છું." એહાને એકધારું કહ્યું. બાનીએ ચુપકીદી સાદી."બાની....!! લાઈફમાં મેં બધું જ મેળવી લીધું છે. નામ,કામ,પૈસા બધું જ...બધું જ....!!