પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-19 તારાપુર, રાજસ્થાન "તારા દાદાજી પંડિત શંકરનાથ હવે બ્રહ્મરાક્ષસને ખતમ કરી દે એવી અમને આશા હતી પણ જ્યારે પંડિતજીએ આંખો ખોલીને બ્રહ્મરાક્ષસ તરફ સસ્મિત જોયું ત્યારે અમને અમારી એ આશા ઠગારી નીવડી હોય એવું લાગ્યું." બ્રહ્મરાક્ષસ જોડે પંડિત શંકરનાથે શું કર્યું એ અંગેની વિગત આદિત્યને આપતા તેજપ્રતાપે કહ્યું. "તો શું દાદાજીએ એ ભયાનક બ્રહ્મરાક્ષસને જીવિત છોડી દીધો..?" વિસ્મય પૂર્વક તેજપ્રતાપ સામે તકતા આદિત્યએ પૂછ્યું. "હા." તેજપ્રતાપપ્રતાપે ટૂંકમાં પ્રત્યુત્તર આપતા કહ્યું "પણ કેમ?" આદિત્યના અવાજમાં આશ્ચર્ય હતું. "કેમકે એમને એ ભયાવહ બ્રહ્મરાક્ષસમાં પણ સારપ દેખાઈ." તેજપ્રતાપે આટલું કહી ઊંડો શ્વાસ ભરી પોતાની વાત આગળ ધપાવી. "એમના મતે ભગતલાલ