માતૃત્વની કસોટીભાગ-૨✍.યક્ષિતા પટેલઅપૂર્વની મંજુરી આવતા જ એકબાજુ ઓપરેશનની તૈયારી ચાલુ કરી દેવામાં આવી. તો બીજી બાજુ આર્યાના પિયરે પણ ફોન કરીને જાણ કરવામાં આવી. સૌના જીવ ઊંચાનીચા થતા હતા. હજી તો સાતમો મહિનો ચાલતો હતો ને ત્યાં ક્યાં આ બધું બની બેઠું.! સૌ મનોમન ભગવાનને બંનેના જીવની રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા.જાણે કે ભગવાને સૌની પ્રાર્થના સાંભળી હોય એમ ડોક્ટરે ઓપરેશન થિયેટરની બહાર આવતા જ સૌના ચિંતિત ચેહરા પર એક નજર ફેરવી. અપૂર્વ સામે જોતા જાણે વધામણાં આપતા હોય એમ બોલ્યા, "કોન્ગ્રેચ્યુલેશન, તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા.." આટલું કહી સ્મિત કરી અપૂર્વને પોતાની કેબિનમાં આવવા જણાવી જતા રહ્યા.હા... આર્યાએ એક સુંદર