વિકૃત વાસના - દિવ્યેશ ત્રિવેદી

(22)
  • 2.7k
  • 920

મળસકે ચાર વાગ્યે ફોનની ઘંટડી રણકી ઊઠી. રિસીવર કાને સ્પર્શે એ પહેલાં જ સામે છેડેથી અવાજ આવ્યો, “હું સુધા બોલું છું… હલ્લો…” વાત સાંભળી લીધા પછી રિસીવર પાછું મૂકવાની પણ હામ રહી નહોતી. સુધાભાભી અમારાં સગાં તો નથી, પરંતુ કેટલીક વાર પડોશીઓ સાથે પણ સગાં જેવો સંબંધ બંધાઈ જતો હોય છે. પહેલાં અમે નારણપુરા રહેતાં હતાં ત્યારે સુધાભાભી અમારી નીચેના ફ્લેટમાં રહેતાં હતાં. કોઈક કારણસર એ પહેલી વાર અમારે ઘેર આવ્યાં ત્યારે એમનો ચહેરો જોઈને જ લાગ્યું હતું કે, આ સ્ત્રી સતત કોઈક મૂંઝવણમાં રહેતી હોવી જોઈએ. પરંતુ કોઈને સીધું જ થોડું એવું કંઈ પૂછાય છે?